કેરળના વાયાનાડથી પત્ર ભર્યા પછી કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ બુધવારે અમેઠીથી ઉમેદવારી પત્ર ભરશે. પ્રિયંકા ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી પણ તેમની સાથે હાજર રહેશે.
ફોર્મ ભરતા પહેલા રાહુલ ગાંધી નાનો રોડ શો કરશે. તેઓ મુશીગંજ-દરપીપુરથી ગોરીગંજ શહેર જશે. આ રોડશોમાં આ વિસ્તારમાંના તમામ લોકોના જોડાવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
રાહુલ ગાંધી એમિઠીથી ત્રણ વાર સાંસદ બની ચુક્યા છે. 2004માં, તેમણે અહીં પ્રથમ વાર જીત મેળવી હતી. પછી 2009 માં અને 2014 માં તે આ બેઠક પરથી પણ વિજયી થયા હતા.
Advertisement
લોકસભાની ચૂંટણી 2014 માં, રાહુલ ગાંધીએ એક લાખથી વધુ મતો સાથે ભાજપા સ્મૃતિ ઇરાની સામે અમેઠી બેઠક પર જીત મેળવી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં, સ્મૃતિ ઇરાની ફરીથી તેઓની સામે ચૂંટણી લડવાના છે.
Advertisement