નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પોસ્ટર બોય'વાળા નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહ્યું કે પઠાનકોટ આતંકવાદી હુમલાની તપાસ માટે આઇએસઆઇને બોલાવનાર મોદી પાકિસ્તાનના પોસ્ટર બોય છે. બાલાકોટમાં વાયુસેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓને થયેલ નુકસાનના પુરાવાની માગ કરનારા નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પોસ્ટર બોય કહેતા મજાક ઉડાવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના કેટલાક લોકોના કેટલાક લોકોએ ચર્ચા કરી છે, જેમાં હું જવા નથી માંગતો, પરંતુ પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના જે જવાન શહીદ થયા છે તેમના પરિવારજનોએ એક માંગ કરી છે. તેમનું કહેવું છે કે અમને દુઃખ પહોંચ્યું છે અને અમને જણાવો કે શું થયું. અમે આતંકવાદીઓના મૃતદેહો જોવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા કે પ્રધાનમંત્રીએ પઠાનકોટ હુમલા બાદ તપાસ માટે આઇએસઆઇને બોલાવ્યા. ત્યાં નવાઝ શરીફને ત્યાં લગ્નમાં ગયા. ત્યા નવાઝ શરીફના ગળે લાગ્યા. નવાઝ શરીફને પોતાના શપથ ગ્રહણમાં બોલાવ્યા છે. ડ્રામા કરે છે. તો શું અમે પોસ્ટર બોય છીએ? પ્રધાનમંત્રી પાકિસ્તાનના પોસ્ટર બોય છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મંગળવારે કોંગ્રેસના કેટલાક નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક વિપક્ષી નેતા પાડોશી દેશના પોસ્ટર બોય બની ગયા છે અને ભારતના પરાક્રમી સૈનિકોના સામર્થ્ય પર રાજકીય સ્વાર્થના ચક્કરમાં સવાલો ઉઠાવી રહ્યા છે.