કર્ણાટકના હાવેરીમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નિશાન પર લેતા કહ્યું કે, નરેન્દ્ર મોદીની સરકાર અંબાણીના ખીસ્સામાં પૈસા નાખી શકે છે, તો કોંગ્રેસની સરકાર ગરીબોના ખીસ્સામાં પૈસા નાખશે.
તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઐતિહાસિક કામ કરે છે. સફેદ ક્રાંતિ, હરિત ક્રાંતિ, સંચાર ક્રાંતિ બધુ કોંગ્રેસ પાર્ટી જ કરતી આવી છે. આ વખતે પણ અમે ઐતિહાસિક ક્રાંતિ કરીશું. કોંગ્રેસની સરકાર બનતા જ ગરીબોને અમે ન્યૂનત્તમ કમાણી કરાવશું. અમે સીધા વ્યક્તિના ખાતામાં પૈસા નાખી દઈશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જો નરેન્દ્ર મોદી અનિલ અંબાણી, લલિત મોદી, નીરવ મોદીના ખીસ્સામાં પૈસા નાખી શકે છે, તો કોંગ્રેસની સરકાર ગરીબોના ખીસ્સામાં પૈસા નાખી શકે છે.
કેન્દ્ર સરકાર પર હમલો કરતા તેઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસીઓને જમીનમાંથી બેદખલ કર્યા છે. નરેન્દ્ર મોદી કહે છે કે, લોકસભા અને રાજ્યસભામાં બિલ નથી બદલી શકતા, તમે રાજ્યોમાં બદલી લો. મનરેગાને સૌથી મોટી ભૂલ કહે છે. મનરેગાનો મજાક ઉડાવે છે અને તમારી પાસેથી મનરેગાના પૈસા છીનવે છે.