રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના આચાર સંહિતા ઉલ્લંઘનના મામલાને ગૃહમંત્રાલયને મોકલી દીધો છે. રાષ્ટ્રપતિએ ગૃહમંત્રાલયને આ મામલે કાયદાકીય સલાહ લઈ ઉચિત પગલા ભરવાની સલાહ આપી છે.
જોકે ગૃહમંત્રાલેયે આ વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યુ. માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ તરફથી ઉઠાવવામાં આવેલુ આ પગલુ કલ્યાણ સિંહ માટે સંકટનો સંકેત છે. ગૃહમંત્રાલય ટુંક સમયમાં આ મામલે કોઈ પગલુ ભરી શકે છે.
બે દિવસ પહેલા ચૂંટણી કમિશને આ મામલે રિપોર્ટ રાષ્ટ્રપતિનો મકલ્યો હતો. કમિશને લખ્યુ છે કે તેમની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે કલ્યાણ સિંહે રાજ્યપલના સંવૈધાનિક પદ પર રહેતા ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
રાષ્ટ્રપતિએ ચિલિની યાત્રાથી પરત ફર્યા બાદ જ ગુરુવારે પોતાનો અભિપ્રાય ગૃહમંત્રાલયને મોકલી દીધો છે. કલ્યાણ સિંહ ઉત્તર પ્રદશના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
દેશના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયુ છે કે કોઈ રાજ્યના રાજ્યપાલે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોય.