ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમામાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પીએમ મોદી પહોંચ્યા, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને એમપીના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પહોંચ્યા છે.
અમિત શાહે કહ્યું કે દેશભરમાં નાની-નાની પાર્ટીઓએ ભાજપનો સાથે આપવાનો નિર્ણય કર્યો છે. અમે તમામ દળોને એકત્રીત કર્યા છે. આ તમામ મોદીજીના નેતૃત્વમાં દેશના વિકાસ યજ્ઞમાં
જોડાવા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું, ક્યારેક બે રૂમમાં ચાલનારી પાર્ટી, બે સાંસદોવાળી પાર્ટી આજે આ વિશાળ સ્વરૂપમાં પોતનું રાષ્ટ્રીય અધિવેશન કરી રહી છે જે પોતાનામાં જ અદ્ભુત અને અવિસ્મરણીય છે.
આ રાષ્ટ્રીય પરિષદની પહેલી બેઠક છે જે અટલજી વગર થઈ રહી છે. તે આજે જ્યાં પણ આપણને જોઈ રહ્યા હશે, તેમને પોતાના બાળકોની આ ઉર્જા અને રાષ્ટ્ર પ્રતિ સમર્પણને જોઈને સંતોષ થઈ રહ્યો હશે.
કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને દેશના 16 રાજ્યોમાં આપણે કાં તો સરકાર ચલાવી રહ્યા છીએ કાં તો સરકારના સહયોગી છીએ. તેમાં તમારા બધાનો સહયોગ મૂલ્યવાન છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગ્યો. આપણે એ વાત પર ગર્વ કરી શકીએ છીએ.
આપણા પહેલાની સરકારનો જે કાર્યકાળ હતો, તેણે દેશને ખુબ અંધારામાં ધકેલી દીધો હતો. જો હું કહું કે ભારતે 2004થી 2014ના મહત્વપૂર્ણ 10 વર્ષ, ઘોટાળા અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગુમાવી કાઢ્યા, તો કંઈ ખોટુ નહીં હોય. 21મી સદીની શરૂઆતમાં આ 10 વર્ષ ખુબ મહત્વપૂર્ણ હતા.