કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી ચોરી થવાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને દાવો કર્યો કે સ્પષ્ટ રૂપથી ભ્રષ્ટાચારનો મામલો છે અને તેના માટે પ્રધાનમંત્રી વિરુદ્ધ તપાસ તેમજ કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસ નેતાએ એ સવાલ પણ કર્યો કે જો પ્રધાનમંત્રી મોદી સાફ છે તો તપાસથી કેમ ભાગી રહ્યા છે? ગાંધીએ સંવાદદાતાઓને કહ્યું, 'એક નવી લાઈન સામે આવી છે- ગાયબ થઈ ગયા. બે કરોડ રોજગાર ગાયબ થઈ ગયા. ખેડૂતોના વિમાના પૈસા ગાયબ થઈ ગયા. 15 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. હવે રાફેલની ફાઈલો ગાયબ થઈ ગઈ.'
તેઓએ દાવો કર્યો, 'પ્રયત્ન એ કરવામા આવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે નરેન્દ્ર મોદીનો બચાવ કરવાનો છે. સરકારનું એક જ કામ છે કે ચોકીદારનો બચાવ કરવાનો છે.' ગાંધીએ કહ્યું, 'ન્યાય બધા માટે થવો જોઈએ. એક તરફ તમે કહી રહ્યા છો કે કાગળ ગાયબ થઈ ગયા છે.
તેનો અર્થ એ છે કે એ સાચા છે. આ કાગળોમાં સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ સમાનાંતર વાતચીત કરી છે. તેમના પર કાર્યવાહી થવી જોઈએ.' તેઓએ આરોપ લગાવ્યો છે કે રાફેલની આપૂર્તિ સમય પર નથી થઈ કેમ કે મોદીજી અનિલ અંબાણીને પૈસા આપવા માંગતા હતા.