સામાન્ય ચૂંટણી પહેલા સંસદના બજેટ સત્રમાં વિપક્ષ એક વાર ફરી રાફેલ સોદા પર સવાલ ઉઠાવતા જૉઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની માંગ દોહરાવી રહ્યું છે. વિપક્ષે મીડિયામાં પ્રકાશિત રેફલ ડીલ સાથે જોડાયેલા તથ્યોનો હવાલો આપતા ફરી એક વાર પોતાના આરોપોને દોહરાવતા કહ્યું કે, તાજા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે રાફેલ ડીલમાં પ્રધાનમંત્રી કાર્યાલયનો હસ્તક્ષેપ હતો, જેથી હવે તેમને ફક્ત જેપીસી પર ભરોસો છે.
ચિઠ્ઠીમાં શું લખ્યુ છે ?
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત સરકારી દસ્તાવેજ દાવો કરી રહ્યા છે કે, રક્ષા મંત્રાલયે રાફેલ ડીલના સંદર્ભમાં રક્ષા મંત્રીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતુ કે, પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા રાફેલ ડીલમાં સમાનાંતર વાતચીતથી રક્ષા મંત્રાલયની નેગોશિએશન ટીમીના પ્રયત્નોને ધક્કો લાગી શકે છે.
મંત્રાલય તરફથી રક્ષા મંત્રીને ગયેલા આ પત્રને મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી એસ કે શર્માએ 24 નવેમ્બર 2015એ જાહેર કર્યો અને આ પત્રને મંત્રાલયમાં રક્ષા સૌદા માટે જવાબદાર ડાયરેક્ટર જનરલ એક્વિજિશનની સહમતિ હતી.
વિપક્ષનો શું આરોપ છે ?
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેને ગંભીર મામલો જણાવતા કહ્યું કે, જ્યારે પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને એર ચીફ માર્શલ આ મુદ્દે અલગ-અલગ વાત કહી રહ્યા છે ત્યારે સચ્ચાઈ ઉજાગર કરવા માટે ફક્ત જેપીસીનો રસ્તો બચે છે.
સરકારે કેવી સફાઈ આપી છે
સામે આવેલા નવા તથ્ય અને વિપક્ષના આરોપો વચ્ચે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં સરકાર તરફથી સફાઈ આપી. રક્ષા મંત્રીએ કહ્યું કે, રાફેલ મામલે તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય દેશના સામે છે. જેથી, વિપક્ષ ફક્ત દટાયેલા મળદા ઉખાડવાનું કામ કરી રહ્યું છે.