રાફેલ મામલે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારમને પ્રેસ કરી કહ્યું કે રાહુલ ગાંધીએ કોર્ટની અવમાનના કરી છે. રક્ષામંત્રીએ આગળ કહ્યું કે વગર કોઈ પુરાવાએ આક્ષેપો કરવા રાહુલ ગાંધીની આદત છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી તે બોલે છે જે તેમને જણાવવામાં આવે છે. રાફેલ મામલે અરજીકર્તાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજોને લઈ તેઓએ કહ્યું કે અરજીકર્તાઓએ અધુરા દસ્તાવેજો રજુ કર્યા છે. જે જામીન પર છે તે દેશને ગુમરાહ કરી રહ્યા છે.
તેઓએ કહ્યું, 'અમે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ અધ્યક્ષે દસ્તાવેજોનો અડધો પેરાગ્રાફ પણ નહીં વાંચ્યો હોય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોર્ટે પણ તે માની લીધુ છે કે ચોકીદારે ચોરી કરાવી. જ્યારે કોર્ટે એવુ કંઈ પણ નથી કહ્યું, આ કોર્ટની અવમાનના છે.'