રાફેલ મામલે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જંગ ચાલુ છે. કોંગ્રેસ આ ડીલમાં ભારે ઘોટાળાનો આરોપ લગાવી રહી છે તો મોદી સરકાર તેનાથી મનાઈ ફરમાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે રક્ષા મંત્રી પર હમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન સંસદમાં જુઠ્ઠુ બોલ્યા. નિર્મલા સીતારમને લોકસભામાં જવાબ આપવાની જગ્યાએ લાંબુ બહાનુ બનાવ્યુ. જ્યારે તમે આ બાયપાસ સર્જરી કરી તો શું રક્ષા મંત્રાલય અને એરફોર્સે કોઈ આપત્તિ વ્યક્ત કરી હતી.
તેઓએ કહ્યું કે નિર્મલા સીતારમન લોકસભામાં જુઠ્ઠુ બોલ્યા છે. રાફેલનો કોન્ટ્રાક્ટ 136થી ઘટાડીને 36 કેમ કરવામાં આવ્યો. મને ફક્ત હા કે ના માં જવાબ આપી દો કે રાફેલનો કોન્ટ્રાક્ટ HAL પાસેથી છીનવીને અનિલ અંબાણીની કંપનીને કેમ આપ્યો.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ક્યા આધાર પર અનિલ અંબાણીને 30 હાજર કરોડનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો. તેનો જવાબ મને હજુ સુધી નથી મળ્યો. રક્ષા મંત્રી દાવો કરે છે કે તે HALની મદદ કરી રહ્યા છે, પણ દસૉને 20 હજાર કરોડનું પેમેન્ટ મળી ચૂક્યુ છે, એ પણ વગર જહાજ મળે. જ્યારે HALને પેમેન્ટ હજુ બાકી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નિર્મલા સીતારમનને રક્ષા મંત્રી ન કહેવા જોઈએ પરંતુ નરેન્દ્ર મોદીના પ્રવક્તા કહેવા જોઈએ. દેશના ચોકીદાર લોકસભામાં આવવાથી ડરે છે, જો નરેન્દ્ર મોદીજી મારી સાથે 15 મિનિટ ડિબેટ કરી લે તો બધું જ સ્પષ્ટ થઈ જશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદારે ચોરી કરી છે. આ પહેલા વિમાન ડીલમાં કથિત ગડબડીનો મુદ્દો સંસદના શિયાળુસત્રમાં સોમવારે પણ છવાયેલો રહ્યો. સંસદમાં આ મામલે ભારે હોબાળો થયો.