સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે રક્ષા મંત્રાયલમાંથી દસ્તાવેજ ચોરી થઈ ગયા છે. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રક્ષા મંત્રાલયમાંથી દસ્તાવેજ કોઈ કર્મચારી દ્વારા ચોરવામાં આવ્યા છે. તેની તપાસ ચાલી રહી છે. અમે રક્ષા ખરીદ, જેમાં રાજ્યની સુરક્ષા સામેલ છે, તેનાથી નિપટી રહ્યા છીએ. તે ખુબ જ સંવેદનશીલ મામલો છે.
એટૉર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે અધિવક્તા પ્રશાંત ભૂષણ જે દસ્તાવેજો પર ભરોસો કરી રહ્યા છે, તે રક્ષા મંત્રાલયોમાંથી ચોરવામાં આવ્યા છે. રાફેલ કરાર સાથે જોડાયેલા દસ્તાવેજોની ચોરી થવાના મામલે તપાસ ચાલી રહી છે.
પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે જ્યારે એફઆઈઆર દાખલ કરવા અને તપાસ માટે અરજી દાખલ કરવામાં આવી તો રાફેલ પર મહત્વપૂર્ણ તથ્યોને દબાવવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે તે આવા કોઈ પણ પૂરક સોગંદનામાઓ અથવા અન્ય દસ્તાવેજો પર ધ્યાન નહીં આપે જે તેના સમક્ષ દાખલ કરવામાં નથી આવ્યા.
પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે, જો તથ્યોને દબાવવામાં ન આવ્યા હોત તો સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે એફઆઈઆર અને તપાસ સંબંધિ અરજીને નકારી ન હોત.
કોર્ટે રાફેલ સંબંધી કોઈ પણ અતિરિક્ત દસ્તાવેજ લેવાનો ઈન્કાર કરી દીધો છે. વકીલ પ્રશાંત ભૂષણ દલીલ રાખી રહ્યા છે.
જણાવી દઈએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલની તપાસની માંગવાળી અરજીઓને નકારી કાઢી હતી. કોર્ટે ફ્રાન્સ સાથે 36 રાફેલ લડાકુ વિમાનોની ડીલને લઈ સરકારને ક્લીન ચીટ આપી દીધી હતી.