દાવો કરવામાં આવી રહ્યો છે કે 2019ની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હશે. અમેરિકાની કોલંબિયા યૂનિવર્સિટીના વિશેષજ્ઞોએ ભારતની ચૂંટણીમાં 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કરતા પણ વધારે મોંઘી છે.
પાર્ટી ફંડમાંથી મળે છે ફક્ત 70 લાખ
ચૂંટણી લડવા માટે પાર્ટી ઉમેદવારોને ફંડ આપે છે. પાર્ટી દરેક ઉમેદવારને 70 લાખ રૂપિયા આપે છે, પરંતુ ઉમેદવાર ચૂંટણી જીતવા માટે ખીસ્સામાંથી પણ ભરપુર પૈસા ખર્ચે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની ચૂંટણી કમિશન પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સૂરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોષે ચૂંટણી જીતવા માટે 25 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
દર્શના જરદોષ આ વખતે પણ ચૂંટણી મેદનમાં છે. 2014ની ચૂંટણીમાં પ્રદેશમાં ભાજપના 26 ઉમેદવારોએ 11.71 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ 8.60 લાખ રૂપિયા ખર્ચ કર્યા બાદ એક પણ સીટ નહોતી જીતી શકી.
ભાજપે 11.71 કરોડ ખર્ચ કર્યા હતા
રાજ્યમાં લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપે 11.71 કરોડ અને કોંગ્રેસે 8.60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
50 લાખથી વધારે ખર્ચ કરનારા ઉમેદવારોમાં 10 ભાજપના
સીટ ઉમેદવાર પાર્ટી ખર્ચ લાખોમાં
ભરૂચ મનસુખ વસાવા ભાજપ 67
સાબરકાંઠા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ 65
ભરૂચ અંબાલાલ પટેલ કોંગ્રેસ 60
પાટણ લીલાધર વાઘેલા ભાજપ 58
પોરબંદર કાંધલ જાડેજા એનસીપી 58
કચ્છ વિનોદ ચાવડા ભાજપ 55
પંચમહાલ પ્રભાત સિંહ ચૌહાણ ભાજપ 54
રાજકોટ મોહન કુંડારિયા ભાજપ 54
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ ભાજપ 54
અમરેલી નારણ કાછડિયા ભાજપ 52
વડોદરા નરેન્દ્ર મોદી ભાજપ 50
ભાવનગર ડૉ. ભારતી શિયાળ ભાજપ 50
ઓછો ખર્ચ
50 લાખથી ઓછો ખર્ચ કરનારા ભાજપના ઉમેદવારોમાં લાલકૃષ્ણ અડવામી પાંચમાં સ્થાન પર છે. કોંગ્રેસમાં સૌથી ઓછા ખર્ચ કરનારા અમદાવાદ પશ્ચિમના ઈશ્વર મકવાણા છે, જેઓએ 9 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.