આગામી બે દિવસો એટલે 8 અને 9 તારીખ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. બંગાળની ખાડીનું લો- પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે. જે 8 ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં 9 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતાઓ છે. 9 અને 10 તારીખે અમદવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશરમાં ફેરવાતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે સાથે સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે. 9 અને 10 તારીખે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Advertisement
Advertisement