અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલા રાજપૂત સમાજ સ્નેહ મિલનમાં સી.જે ચાવડાએ કાર્યકરો, પત્રકારો, યુવાનોનો આભાર માનીને સંબોધનની શરૂઆત કરી હતી. 6-ગાંધીનગર લોકસભાના ઉમેદવાર સી.જે.ચાવડાએ રાજપૂત સમાજના લોકોનો આભાર વ્યક્ત કરતા રાજપૂત સમાજ એક જ સમાજ છે તેવુ કહ્યુ હતુ.
તેઓેએ સંબોધન કરતા કહ્યુ કે, "રાજપૂત સમાજ સિવાય બીજા ઘણા સમાજો પણ બેઠક બોલાવી મને સમર્થન આપી રહ્યા છે, દેશની જનતા નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. જનતા પરિવર્તન ઇચ્છે છે અને તે થશે જ " તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો સાથે જ 23મી એપ્રિલે થનાર ચૂંટણીમા સી.જે ચાવડાને મત આપી તેઓને જીતાડાવાની પણ વાત કરી હતી. સાથે તમામ લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. આ સંમેલનમાં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર સહિત, રાજપૂત સમાજના અને કોંગ્રેસ સમાજના મહિલા અગ્રણી સહિત કાર્યકર્તાઓ આ સ્નેહ મિલનમાં હાજર રહ્યા હતા.
રાજપૂત સમાજની અગ્રણી બહેનોએ ડો.સી.જે.ચાવડા જ જીતશે તેવા હુંકાર ભર્યો હતો સાથે જ તેઓને ભામાશા કહીને સંબોધ્યા હતા. સાથે જ જણાવ્યુ હતુ કે ભાજપે વાઘ ઉતાર્યો છે તો અમે સિંહ ઉતાર્યો છે. ડો.સી.જે.ચાવડાએ સારાં કાર્યો કર્યા છે અને કરતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને રાજપૂત સમાજ તેમની સાથે જ છે અને તેમને જ વોટ આપશે તેવુ પણ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યુ હતુ કે ચાણક્યની સામે ચતુર ઉભા છે, ભાજપથી લોકો કંટાળી ગયા છે. અને આ વખતે સત્તા પરિવર્તન થશે. ડો.સી.જે.ચાવડાએ જે કહ્યુ છે તે કર્યુ છે અને લોકોને વિનંતી કરી હતી કે તેઓને જીતાડો જેથી ગાંધીનગરનુ ભલુ થાય.