યોગી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરતા નિરાશ્રિત વૃદ્ધો, નિરાશ્રિત મહિલાઓ તેમજ નિરાશ્રિત દિવ્યાંગોને દર મહિને 500 રૂપિયા પેંશન આપવાની જાહેરાત કરી છે. આ યોજનામાં સાધુ-સંતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
આ લોકોને ચિહ્નિત કરવા માટે 30 જાન્યુઆરી સુધી પ્રદેશમાં અનેક જગ્યાએ કેમ્પ લાગશે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિર બનવા પર સરકાર તરફથી કોઈ નિર્ણય ન થવાને કારણે નારાજ સાધુ-સંતોને મનાવવા માટે યોગી સરકારે આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા આપેલા એક સંબોધનમાં કહ્યું હતુ કે રામ મંદિર મામલો કોર્ટમાં છે. કોર્ટમાંથી કોઈ નિર્ણય થયા બાદ જ સરકાર તેના પર નિર્ણય લેશે. પ્રધાનમંત્રીના આ નિવેદન પર સાધુ-સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. પેંશન આપવાની જાહેરાત કરવા સાધુ-સંતોને મનાવવાનો પ્રયત્ન હોય તેવી દ્રષ્ટીએ જોવામાં આવી રહ્યું છે.