ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના સભ્ય શનિવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચૂંટણી કમિશન પહોંચ્યા. યોગીએ એક ચૂંટણી રેલીમાં મુસ્લિમ લીગ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યુ હતુ.
યોગીએ કહ્યું હતુ, 'મુસ્લિમ લીગ એક વાયરસ છે અને કોંગ્રેસ પણ તેનાથી સંક્રમિત થઈ ગઈ. તેનાથી સાવધાન રહો. મુસ્લિમ લીગ દેશના ભાગલા માટે જવાબદાર છે. આ જીતી ગયા તો આખા દેશમાં વાયરસ ફેલાઈ જશે.' મુસ્લિમ લીગના સભ્યોએ યોગી વિરુદ્ધ આ નિવેદનને લઈ ફરિયાદ દાખલ કરાવી છે.
મુસ્લિમ લીગના રાષ્ટ્રીય સચિવ ખુર્રમ અનીસ ઉમરે કહ્યું, 'વાયનાડમાં રાહુલ ગાંધીની રેલીમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવવાયાની વાત તદ્દન ખોટી છે. અમે ચૂંટણી કમિશનમાં યોગી આદિત્યનાથ અને દિલ્હીમાં ધારાસભ્ય એમએસ સિરસા વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેઓએ અમને આતંકી અને વાયરસ કહ્યા હતા.'
Advertisement
Advertisement