આચાર સંહિતાના ભંગના કિસ્સામાં ચૂંટણી પંચે કડક પગલાં લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી પર પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે ચૂંટણી પંચનો પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે જોકે યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગુ પડશે.
આ સમય દરમિયાન આદિત્યનાથ અને માયાવતી ના કોઇ રેલીને સંબોધિત કરી શકશે ના કોઇ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે ના કોઇને પણ ઇન્ટરવ્યુ આપી શકશે. ચૂંટણી આયોગનુ એકશન 16 એપ્રિલથી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. ચૂંટણી આયોગના નિર્ણય પ્રમાણે યોગી આદિત્યનાથ 16, 17 અને 18 એપ્રિલે કોઇ પણ પ્રચાર કરશે નહીં. આ સિવાય માયાવતી 16 અને 17 એપ્રિલે કોઇ પ્રચાર નહી કરી શકે.
બીએસપીના મુખ્ય માયાવતીએ ઉત્તર પ્રદેશના દેવબંદમાં ચૂંટણી રેલી દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોને મત માટે અપીલ કરી હતી. તેમના ભાષણમાં, માયાવતીએ કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય લોકો મતમાં ભાગ ના પાડે અને માત્ર મહાગઠબંધનને મત આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામે મત મેળવવાના નિયમનું ઉલ્લંઘન કર્યુ છે.
ત્યા બીજી તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે પોતાના એક સંબોધન દરમિયાન માયાવતી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જો વિપક્ષને અલી પસંદ છે તો અમને બજરંગ બલી. બન્ને નેતાઓના આ નિવેદનો ઉપર ચૂંટણી આયોગે ધ્યાન દોરી બન્ને નેતાઓને સૂચના આપી છે.