આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોઈ યુદ્ધ નથી થઈ રહ્યું તો પછી દેશની સરહદ પર સૈનિકો શહીદ કેમ થઈ રહ્યા છે. આરએસએસ પ્રમુખે પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજત જ્યંતી કાર્યક્રમના અવસરે અહીં કહ્યું કે એવુ એટલા માટે થઈ રહ્યું છે કેમ કે 'આપણે આપણું કામ સારી રીતે નથી કરી રહ્યા.'
તેઓએ કહ્યું, 'ભારતને આઝાદી મળ્યા પહેલા દેશ માટે જીવ આપવાનો સમય હતો. આઝાદી બાદ યુદ્ધ દરમિયાન કોઈને જીવનું બલિદાન આપવાનું હોય છે. પણ આપણા દેશમાં આ સમયે કોઈ યુદ્ધ નથી તો પણ લોકો(સૈનિક) શહીદ થઈ રહ્યા છે….કેમકે આપણે આપણું કામ સારી રીતે નથી કરી રહ્યા. '
તેઓએ કહ્યું, 'જો કોઈ યુદ્ધ નથી તો કોઈ કારણ નથી કે કોઈ સૈનિક સરહદ પર પોતાનો જીવ ગુમાવે. પરંતુ એવું થઈ રહ્યું છે.' તેઓએ કહ્યું કે તેને રોકવા અને દેશને મહાન બનાવવા માટે પગલા ભરાવા જોઈએ.
Advertisement
Advertisement