મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સેનાની કાર્યવાહીમાં 18 વ્યક્તિઓના મૃત્યુની ખબર છે અને 30થી વધારે લોકો ઘાયલ થયા છે. પડોસી દેશમાં થયેલા આ ઘટના પર મ્યાનમારમાં ભારતીય દૂતાવાસે નિવેદન જારી કરી કહ્યું છે કે યંગૂન અને મ્યાનમારના અન્ય શહેરોમાં લોકોના જીવ જવાથી ખુબ જ દુખ થયું છે. દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ સંયમ રાખે અને વાતચીત મારફતે મુદ્દાને સુલજાવવો જોઈએ.
તમને જણાવી દઈએ કે યૂએન માનવાધિકાર કાર્યાલય તરફથી પણ કહેવામાં આવ્યું કે તેમને વિશ્વસનીય જાણકારી મળી છે કે મ્યાનમારમાં તખ્તાપલટ વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ રવિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 30થી વધારે ઘાયલ થયા છે.
મ્યાનમારના ઘણા શહેરોનો ઉલ્લેખ કરતા નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘યંગૂન, ડાવી, માંડલે, મ્યેઈક, બાગો અને પોકોક્કુમાં ભીડ વચ્ચે ગોળા બારૂદ ફેંકવામાં આવ્યા, જેના કારણે મૃત્યુ થયા.’
નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘ઘણી જગ્યાઓ પર ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સાથે જ ફ્લેશ-બેંગ અને સ્ટન ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.’ યૂ એન માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું, ‘અમે મ્યાનમારમાં વિરોધ પ્રદર્શનો વિરુદ્ધ વધતી હિંસાની નિંદા કરીએ છીએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સેનાના ઉપયોગને તરત રોકવા માટે કહીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરી 2021એ મ્યાનમારમાં સેનાએ તખ્તાપલટ કરતા આંગ સાન સૂ ની સરકારને સત્તામાંથી બેદખલ કરી દીધી હતી. હવે મ્યાનમારમાં મોટા સ્તરે સેનાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તખ્તાપલટ બાદથી કોઈ એક દિવસ મૃત્યુ પામનારા લોકોમાંથી આ સૌથી મોટો આંકડો છે. પ્રદર્શનકારી માંગ કરી રહ્યા છે કે આંગ સાન સૂ ની ચૂંટાયેલી સરકારને ફરીથી બહાલ કરવામાં આવે.