બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કહ્યું કે નરેન્દ્ર મોદી જ આગામી પ્રધાનમંત્રી હશે. મહાગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. નીતીશ કુમાર લોક સંવાદ બાદ મીડિયાકર્મીઓ સાથે વાતચિત કરી હતી. પટના સ્થિત આવાસ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે, તેઓએ મીડિયાના સવાલોનો જવાબ આપતા આ વાત કહી.
તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એક વાર ફરીથી એનડીએની સરકાર બનશે. તેઓએ એ પણ કહ્યું કે રાફેલ ડીલમાં કોઈ ઘોટાળો નથી થયો. સુપ્રીમ કોર્ટમાં આ વાત સાબિત થઈ ચુકી છે.
-નીતીશ કુમારની પીએમ ફેસ હોવાની અટકળો પર વિરામ
નીતીશ કુમારના આ નિવેદનની સાથે જ નીતીશ ના પીએમ ફેસ હોવાની અટકળો પર વિરામ લાગી ગયો છે. તમને ખબર હશે કે જદયુ પ્રવક્તા રાજીવ રંજને આ સંબંધમાં નિવેદન આપીને ભાજપની ચિંતા વધારી દીધી હતી.
જદયુ પ્રવક્તાએ કહ્યું હતુ કે નરેન્દ્ર મોદી એનડીએનો પીએમ ચહેરો છે, પણ જો પીએમ પદ માટે ચર્ચા થાય છે, તો નીતીશ કુમાર પણ ટૉપના ઉમેદવારોમાંથી એક હશે. નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં અપ્રત્યાશિત વિકાસ થયો છે.