નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાર મોદી સરકારે દલિત-આદિવાસીઓ અને ઓબીસીને રિઝવવાના પ્રયાસમાં છે. પ્રધાનમંત્રી આવાસ પર ગુરૂવારે થયેલ કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટરને પલટીને 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ લાગૂ કરવા માટે આધ્યાદેશને મંજૂરી આપી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકારના કાર્યકાળની આ અંતિમ કેબિનેટ બેઠક છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આ જાણકારી આપી.
મોદી સરકારે 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમની જગ્યાએ અનામતના જુના 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને પુનર્સ્થાપિત કરવા માટે આધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. SC/ST/OBCને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં જુની સિસ્ટમના હિસાબથી અનામતને પુનર્સ્થાપિત કરવાને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ 50 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવા પણ કેબિનેટને મંજૂરી આપવામાં આવી છે.
અરૂણ જેટલીએ કહ્યું કે 13 પોઇન્ટર રોસ્ટરના કારણે વિશ્વવિદ્યાલયોમાં નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું થઇ જાત, તેના કારણે કેન્દ્ર સરકારે આધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો છે. જેટલીએ કહ્યું કે ખાંડ ઉત્પાદન માટે કેબિનેટે વધુ ફંડને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આર્થિક મામલે કેન્દ્રીય સમિતિએ પશ્વિમ બંગાળના નરાયણગઢ અને ઓડિશાના ભદ્રક વચ્ચે ત્રીજા રેલવે લાઇનના નિર્માણને મંજૂરી આપી દીધી.