નવી દિલ્હીઃ હું પણ ચોકીદાર અભિયાનને વધુ આક્રમક બનાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દેશભરના 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે. આ સંબોધન ઑડિયો બ્રિજના માધ્યમથી થશે.
ભાજપ મીડિયા પ્રભારી અનિલ બલૂનીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ચોકીદારોની સાથે હોળીના રંગ વહેંચશે. સાથે જ 31 માર્ચે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે 500 જગ્યાએ લોકોની સાથે ચોકીદાર પર ચર્ચા કરશે. ભાજપ નેતાઓ ઉપરાંત પ્રોફેશનલ્સ અને ખેડૂતો પણ ચર્ચામાં સામેલ થશે.
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે મંગળવારે કહ્યું કે, આ અભિયાન જન આંદોલન બની ચુક્યુ છે. હું પણ ચોકીદાર હૈશટૈગ 20 લાખ ટ્વીટ કરવામાં આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, મોદીએ છેલ્લા શનિવારે ટ્વીટ પર લોકોને હું પણ ચોકીદારની શપથ લેવાનો આગ્રહ કર્યો હતો.
ત્યાર બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ ટ્વીટ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દો જોડી દીધા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા રવિશંકરે કહ્યું કે જમાનત પર છુટેલા લોકોને હું પણ ચોકીદાર અભિયાનથી પરેશાની છે. જેમનો પરિવાર અને સંપત્તિ મુશ્કેલીમાં છે, તેમને પરેશાની છે.