સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરવામાં આવ્યા છે. ત્યાં ડૉક્ટરોએ મગજ સાથે સંબંધિત ઘણી તપાસો કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક દિવસ પહેલા તેમના નાકમાંથી લોહી આવ્યું હતુ.
પીજીઆઈના ડૉક્ટર પ્રો. અમિત અગ્રવાલે જણાવ્યું કે ભરતી થયા બાદ મુલાયમ સિંહનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું. સાથે જ તેમને અશક્તિની પણ ફરિયાદ હતી. હમણા તેમના શુગરમાં વધારો જોવા મળ્યો છે. તેમને થોડીક વારમાં ડિસ્ચાર્જ કરી દેવાશે.
Advertisement
Advertisement