મૈનપુરીમાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નોમિનેશન પહેલા હેન્ડ ગ્રેનેડ મળવાથી હડકંપ મચી ગયો છે. હેન્ડ ગ્રેનેડ દન્નાહાર વિસ્તારના ગ્રામ ઝંડાહારની પાસે રસ્તા પરથી મળ્યો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે હેન્ડ ગ્રેનેડને કબ્જે કર્યો. ત્યાર બાદ પોલીસ હવે તપાસમાં લાગી છે.
મુલાયમ સિંહ અખિલેશ સાથે મૈનપુરી-ઈટાવા માર્ગ પરથી આવી રહ્યા છે, જ્યારે ગ્રેનેડ મૈનપુરી શિકોહાબાદ માર્ગ પર મળ્યો છે. બંન્ને રસ્તા અલગ-અલગ છે. આ વાતને લઈ પ્રશાસને થોડો રાહતનો શ્વાસ લીધો છે. એસપી અજય શંકરે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મુલાયમલ સિંહ યાદવ આજે મૈનપુરી સીટ પરથી નામાંકન કરશે. સૈફઈ સ્થિત આવાસ પરથી સપા અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સમાજવાદી રથ મારફતે મુલાયમ સિંહ યાદવને લઈને આવી રહ્યા છે. સપાનો રથ થોડીક જ વારમાં મૈનપુરીના પાર્ટી કાર્યાલય પર પહોંચવાનો છે.