ચૂંટણી કમિશને મિશન શક્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી માન્યુ. આયોગે આ નિર્ણય આ મામલે બનેલી કમિટીના રિપોર્ટના આધાર પર લીધો. કમિટીના જણાવ્યા પ્રમાણે, આ મામલે માસ મીડિયાના ખોટા ઉપયોગ સાથે જોડાયેલી એમસીસીની જોગવાઈઓનુ ઉલ્લંઘન નથી થયુ.
મોદીએ બુધવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ, 'ભારતે ત્રણ મિનિટમાં અંતરિક્ષમાં લો અર્થ ઑર્બિટમાં સેટેલાઈટને તોડી પાડ્યો. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની ગયો. મોદીના આ સંબોધનને વિપક્ષી દોળોએ આચાર સંહિતાનું ઉલ્લંઘન જણાવ્યું હતુ અને ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી.'
તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે શુક્રવારે દાવો કર્યો કે યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારના શાસનકાળમાં 11 વાર સર્જિકલ સ્ટ્રાઈક થઈ. કેસીઆરે મિર્યાલાગુદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા.