દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિરોધી કહે છે કે આતંકવાદ મુદ્દો નથી. જ્યારે આપણા પડોસમાં જ આતંકની ફેક્ટરીઓ ચાલી રહી છે. જે આતંકવાદે શ્રીલંકામાં 350થી વધારે નિર્દોષોના જીવ લઈ લીધા, શું આ મુદ્દો નથી?
આપણા પડોસમાં આતંકની ફેક્ટરી ચાલી રહી છે અને મહામિલાવટી કહે છે કે આતંકવાદ મુદ્દો જ નથી. તેઓએ કહ્યું કે મહામિલાવાટ કરનારા લોકો માટે દેશની સુરક્ષા કોઈ મુદ્દો નથી. પરંતુ હું એ કહેવા માંગુ છું કે આ નવું ભારત છે, ઘરમાં ઘુસીને મારશું.
તેઓએ કહ્યું કે ત્રીજા ચરણની ચૂંટણી બાદ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા ગાયબ થઈ ગયા છે. પીએમ મોદીએ રેલીમાં જઈ જનતાને કહ્યું કે જે લોકોને ભારત માતાની જય બોલવામાં તકલીફ છે તેમની ડીપોઝીટ જપ્ત થશે.
Advertisement
Advertisement