ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાની ગુરુવારે લગભગ સાડા પાંચ કલાક પૂછપરછ કરી. વિદેશમાં કથિત રીતે અવૈધ સંપત્તિ રાખવાના સંબંધમાં મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલે ગુરુવારે તેમની બીજીવાર પૂછપરછ કરવામાં આવી.
વાડ્રાની આ મામલે બુધવારે પહેલીવાર લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગુરુવારે તે સવારે લગભગ 11.25 મિનિટ પર મધ્ય દિલ્હીના જામનગર હાઉસમાં ઈડી કાર્યાલય પહોંચ્યા. તેનાથી એક કલાક પહેલા તેમના વકીલોની ટીમ ત્યાં પહોંચી.
બે કલાકની પૂછપરછ બાદ તે બપોરના ભોજન માટે બહાર નિકળ્યા અને લગભગ એક કલાક બાદ પૂછપરછ માટે ફરી પહોંચ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, વાડ્રાની ગુરુવારે બીજીવાર પૂછપરછ કરવા તેમજ બ્રિટેનમાં અચલ સંપત્તિ પ્રાપ્ત કરવાના સંબંધમાં વધુ સવાલ પૂછવાની જરૂર હતી.
તેઓએ જણાવ્યું કે તેમનું આ નિવેદન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ના અંતર્ગત નોંધવામાં આવશે જેમ કે બુધવારે કરવામાં આવ્યુ હતુ. કેસના તપાસઅધિકારી સહિત ઈડીના ત્રણ અધિકારીઓની ટીમે તેમને લગભગ એક ડજન સવાલો પૂછ્યા.