કૉંગ્રેસે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ રાજ્યની 29 લોકસભાની બેઠકોમાંથી 12 બેઠકોની સૂચિ બહાર પાડી છે. આ સૂચિમાં, હાલના મુખ્યમંત્રી કમલ નાથ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પુત્રોને ટિકિટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી કમલ નાથના પુત્ર નકુલને છિંદવાડા લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કૉંગ્રેસે રાજ્યની પ્રથમ સૂચિમાં 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. એટલે કે હવે ફક્ત 8 નામો બાકી રહ્યા છે.તેજ રીતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પુત્ર અજય સિંહ રાહુલને સીધી ટિકિટ મળી છે.
ખંડવાથી ચૂંટણીમાં શિવરાજ સામે ટક્કર આપવા અરૂણ યાદવને ટિકિટ આપવામા આવી છે. રીવા લોકસભા બેઠક પરથી સિદ્ધાર્થ તિવારીને ટિકિટ આપવામા આવી છે. કોંગ્રેસે જબલપુરથી વિવેક તન્ખાને ટિકિટ આપી છે. તો મધ્યપ્રદેશની સાગર લોકસભાની બેઠક પરથી પક્ષે પ્રભુ સિંહ ઠાકુરને ટિકિટ આપી છે.