ઉત્તર પ્રદેશમાં સીટ વહેંચણી બાદ હવે મધ્યપ્રદેશમાં પણ બસપા અને સપા મળીને લોકસભા ચૂંટણી લડશે. પ્રદેશમાં કુલ 29 લોકસભા સીટો છે. 29માંથી 3 સીટો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઉભા થશે જ્યારે 26 સીટો પર બહુજન સમાજ પાર્ટી ચૂંટણી લડશે.
સમાજવાદી પાર્ટી બાલાઘાટ, ટીકમગઢ અને ખજુરાહો સીટ પર ચૂંટણી લડશે. વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં બસપાને 3.79 ટકા વોટ મળ્યા હતા. જ્યારે સપાને 0.74 ટકા મતોથી સંતોષ કરવો પડ્યો. 2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બસપાને વોટ શેર 3.79થી વધીને 5 ટકા થઈ ચુક્યુ છે.
સપાના સમીકરણ
સપાને બાલાઘાટ, ટીકમગઢ અને ખજુરાહોની જે ત્રણ સીટો આપવામાં આવી છે, ત્યાં તેનો ઠીકઠાક જનાધાર માનવામાં આવી રહ્યો છે. 2014 લોકસભા ચૂંટણીમાં બાલાઘાટ અને ટીકમગઢમાં સપાને બસપાની હરીફમાં બેઘણા વોટ મળ્યા હતા. જ્યારે ખજુરાહોમાં બંન્ને આસપાસ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં પહેલા જ સીટોની વહેંચણી
દેશના સૌથી મોટા પ્રાંત ઉત્તર પ્રદેશમાં બંન્ને દળ પહેલા જ સીટોની વહેંચણી જાહેર કરી ચુક્યા છે. યુપીની 80 લોકસભા સીટોમાંથી સપા 37 તો બસપા 38 સીટો પર લડશે. 3 સીટો અજિત સિંહની રાલોદ માટે છોડવામાં આવી. અમેઠી અને રાયબરેલીની સીટ કોંગ્રેસ માટે છોડવામાં આવી છે.