ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બુધવારે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વાયુક્ષેત્રમાં ઘુસવાના નાકામ પ્રયત્નો કર્યા છે. ભારતે પાક લડાકુ વિમાન એફ-16ને મારી પાડ્યુ છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પાક લડાકુ વિમાન જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં ઘુસી આવ્યુ હતુ જેને ધ્વસ્ત કરતા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની વિસ્તારમાં સ્થિત લામ ઘાટીના 3 કિલોમીટર સુધીના દાયરામાં જવાબી ફાયરિંગ કર્યુ છે.
આ પહેલા પાકિસ્તાની લડાકુ વિમાને ભારતીય વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કરીને બોમ્બ ફેંક્યા હતા. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ભારતીય ક્ષેત્રમાં કોઈ પણ રીતે જાન-માલની હાનિથી મનાઈ ફરમાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાક લડાકુ વિમાનને મારી પાડ્યુ તો એક પેરાશૂટ જોવા મળ્યુ છે.
જો કે, હમણા તેના પાયલટ વિશે કોઈ જાણકારી મળી નથી. જ્યારે પાકિસ્તાને બે ભારતીય વિમાનોને તોડી પાડવાના દાવા કર્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય વાયુસેનાએ એક વાર ફરીથી બુધવારે નિયંત્રણ રેખા પાર કરવાના પ્રયત્નો કર્યા છે.
પાક. પીએમએ પરમાણું મુદ્દે બોલાવી મહત્વની બેઠક
પાકિસતાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પરમાણુ મુદ્દે બેઠક બોલાવી છે. ભારતીય વાયુસેનાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા બાદ ઈમરાન ખાને બુધવારે પરમાણુ મુદ્દે વાતચીત માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
બેઠકમાં પરમાણું શસ્ત્રાગાર, આદેશ અને નિયંત્રણને લઈ વાતચીત થવાની છે. આ પહેલા મંગળવારે પાકિસ્તાનના નેશનલ સિક્યોરિટી કમિટીએ ભારત તરફથી પાક અધિકૃત કાશ્મીરમાં ઘુસીને આતંકી શિબિરોને નષ્ટ કરવાને લઈ આપાત બેઠક બોલાવી હતી. હવે પરમાણૂ મુદ્દાને લઈ પ્રધાનમંત્રી ઈમરાન ખાને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે.