ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણા સહિત 18 રાજ્યોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસોને લઈ નજર રાખવામાં આવી રહી છે. આ રાજ્યોમાં કોવિડ-19ના યૂકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલના વેરિયન્ટના લગભગ 200 કેસ સામે આવ્યા છે.
નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ આ રાજ્યોને કહ્યું છે કે તે બીજા દેશોમાંથી ભારત આવનારા વેરિયન્ટ્સના કેસ પર નજર રાખે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નવા આંકડા પ્રમાણે, હાલ દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી 194 લોકો સંક્રમિત છે.
યૂકે વેરિયન્ટથી 187 અને દક્ષિણ આફ્રિકી વેરિયન્ટના 6 લોકો સંક્રમિત મળી આવ્યા છે. તદ્દપરાંત, બ્રાઝીલવાળા વેરિયન્ટનો 1 કેસ સામે આવ્યો છે. એનસીડીસીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે ઈન્ટરનેશનલ લેવલ પર દેખરેખ તેજ કરે અને વાયરસના નવા સ્ટ્રેનને ફેલવાથી રોકવા માટે કડક પગલા ઉઠાવે.
બે વેરિયન્ટ્સને કરવામાં આવ્યા ડિટેક્ટ
નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડૉ વીકે પૉલે કહ્યું, ‘બે વેરિયન્ટ N440K અને E484Qને અમે પણ તેને ડિટેક્ટ કર્યા છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા અને કેરળમાં મળી આવ્યા છે. પરંતુ આ જગ્યાઓ પર સંક્રમણના જવાબદાર નથી.’
ભારતમાં મ્યુટેશન અને સ્ટ્રેનમાં ફેરફાર પર નજર રાખવા માટે INSACOG બનાવવામાં આવ્યા છે જે દસ અલગ-અલગ સંસ્થાની લેબોરેટરીને મળીને બનાવવામાં આવ્યા છે અને તેમાંથી વાયરસના જીનોમ સિક્વેન્સિગ કરવામાં આવી રહી છે. આ વાયરસની સિક્વેન્સિગ કરે છે અને મ્યુટેશન પર નજર રાખે છે.