નવી દિલ્હીઃ પુલવામા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં હાજર ભારત વિરોધી તંત્ર વિરૂદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને આ હુમલાના જવાબદાર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ગેંગસ્ટર મસૂદ અઝહર વિરૂદ્ધ અંતિમ કાર્યવાહી કરવામા મદદની રજૂઆત કરવામાં આવી છે. ભારત તરફથી બે ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાન સરકાર આ બાબતની રજૂઆત નહીં માને તો દક્ષિણ પૂર્વી એશિયાના સમીકરણો બગડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં શુક્રવાર સવારે બોલાવવામાં આવેલ સુરક્ષા સંબંધી કેબિનેટ બેઠકમાં રાજકીય ઉપાયોની સાથે આગળની રણનીતિ પર મહત્વનો નિર્ણય લેવામાં આવશે. પીએમ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજિત ડોભાલે અલગથી આ મામલા પર વાતચીત કરી કડક કાર્યવાહીનો પ્લાન તૈયાર કર્યો. શનિવારે બોલવવામાં આવેલ સર્વદળીય બેઠકમાં સરકાર તમામ રાજકીય દળોનું પણ મંતવ્ય લેશે.