ભારતના પહેલા લોકપાલ બનેલા જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે શનિવારે શપથ લીધા છે. ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવાડાવ્યા છે. આ દરમિયાન અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકૈયા નાયડૂ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પણ હાજર રહ્યા.
પહેલા લોકપાલ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ વિશે ખાસ વાત
જસ્ટિસ પીસી ઘોષને માનવાધિકારી કાયદાઓ પર તેમની સારી સમજ અને વિશેષજ્ઞતા માટે ઓળખવામાં આવે છે. જસ્ટિસ ઘોષ સુપ્રીમ કોર્ટના જજ રહી ચુક્યા છે. તે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહ્યા છે. તે પોતાના આપેલા નિર્ણયોમાં માનવાધિકારોની રક્ષાની વાત વારં-વાર કરતા હતા. તે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય પણ છે.
શશિકલાને સજા સંભળાવીને ચર્ચામાં આવ્યા હતા જસ્ટિસ ઘોષ
જસ્ટિસ ઘોષે પોતાના સુપ્રીમ કોર્ટ કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણય આપ્યા. તે તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા જયલલિતાના નજીકના શશિકલાને આવકથી વધારે સંપત્તિના મામલે સજા સંભળાવીને દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. તેઓએ શશિકલા સહિત બાકી આરોપીઓને દોષી કરાર આપવાના નીચલી અદાલતના નિર્ણયને બરકરાર રાખ્યો. જો કે નિર્ણય સંભળાવતા પહેલા જયલલિતાનું મૃત્યુ થયુ હતુ.