ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું રચવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા બાદ તે ફરાર છબીલ પટેલ વિદેશથી જેવો અમદાવાદ એરપોર્ટ આવ્યો કે તરત જ તેને પોલીસે ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત 10 માર્ચના રોજ તેના પુત્ર સિદ્ધાર્થની ધરપકડ થઈ હતી. છબીલ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થયો છે. સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેને પકડી લીધો હતો. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલ પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગત 7મી જાન્યુઆરીની મધરાતે ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સમગ્ર મામલો સામે આવ્યા બાદ ભાનુશાળીના ભત્રીજા સુનિલે છબીલ સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
Advertisement
Advertisement