ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીનો દીકરો મીત વાઘાણી ગુરુવારે તે વખતે ચર્ચામાં આવ્યો જ્યારે તે બૈચલર્સ ઑફ કોમ્પ્યુટર એપ્લિકેશનની પરિક્ષા દરમિયાન નકલ કરતા પકડાયો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મીત વાઘાણી પાસેથી 27 કાપલીઓ મળી છે, જેમાં અલગ-અલગ પ્રશ્નોના જવાબ લખેલા હતા.
જો કે મીત વાઘાણી એકલો નકલ કરતા નથી ઝડપાયો, તેની સાથે અન્ય ચાર વિદ્યાર્થીઓ પકડાયા છે. ભાવનગર કૉલેજના પ્રિન્સિપલ વાટલીયાએ કહ્યું કે, અમે ચાર વિદ્યાર્થીઓને નકલ કરતા ઝડપ્યા છે. હવે તેમાંથી ગુજરાત બીજેપી જીતુ વાઘાણીનો દીકરો કયો છે એ વાતની જાણકારી અમારી પાસે નથી.
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને ચોકીદાર કહેનાર જીતુ વાઘાણીએ કહ્યું કે યૂનિવર્સિટીમાં તે પકડાઈ ગયો છે, એવામાં જે પણ કાર્યવાહી થશે તે યુનિવર્સિટી કરશે. જણાવી દઈએ કે મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષા આપી રહ્યો હતો. નિરીક્ષકોને મીત પાસેથી 27 કાપલીઓ મળી છે.