ગુજરાત લોકસભા ચૂંટણી માટે મતદાન 23 એપ્રિલે છે. જેના માટે ભાજપ, બીએસપી અને એનસીપીએએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપમાંથી પીએમ મોદીથી લઈ હેમામાલિની સહિત 42 સ્ટાર પ્રચારક ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ભાજપે આ વખતે કોંગ્રેસને ક્લિન સ્વિપ કરવા માટે રણનીતિ તૈયાર કરી છે.
3સીએમ, 7 કેન્દ્રીય મંત્રી અને 3 અભિનેતા
ગુજરાતમાં પ્રચાર માટે પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડણવીસ, નિર્મલા સીતારમન, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાણી, યોગી આદિત્યનાથ, હેમામાલિની, વસુંધરા રાજે સિંધિયા, ઓમ પ્રકાશ માથુર, વિજય રૂપાણી, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, પરેશ રાવલ, મનોજ જોશી અને વિવેક ઓબોરૉયને સ્ટાર પ્રચારકના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે.
તદ્દપરાંત 17 સ્થાનીક નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમા પ્રમુખ છે- નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, આર.સી.ફળદુ, હિતૂ કનોડિયા, રમણ વોરા, અને આઈ કે જાડેજા.