રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા કર્નલ કિરોડી સિંહ બૈંસલા પોતાના દીકરા વિજય બૈંસલાની સાથે ભાજપમાં સામેલ થઈ ગયા. કિરોડી સિંહ બૈંસલાએ ગુર્જર આંદોલનથી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નાકમાં દમ કરી દીધો હતો.
રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ બૈંસલાએ અશોક ગેહલોતની સરકાર વિરુદ્ધ પણ ગુર્જર અનામતની માંગોને લઈ મોર્ચો ખોલ્યો હતો. આ અવસરે કિરોડી સિંહ બૈંસલાએ કહ્યું કે તે ગુર્જર અનામત આંદોલનથી છેલ્લા 14 વર્ષોથી જોડાયેલા છે અને આ દરમિયાન તેઓએ બંન્ને દળોઃ કોંગ્રેસ, ભાજપઃ ના મુખ્યમંત્રીઓને નજીકથી અનુભવ્યા છે અને બંન્ને દળોની કાર્યશૈલી, વિચારધારા જોઈ.
તેઓએ કહ્યું કે, તે ભાજપમાં એટલા માટે સામેલ થઈ રહ્યા છે કેમ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે, જે સાધારણથી સાધારણ વ્યક્તિનું સુખ-દુઃખ સમજે છે. બૈંસલાએ કહ્યું કે તેમને પદની લાલચ નથી અને તે ઈચ્છે છે કે ન્યાયથી વંચિત લોકોને તેમનો હક મળે.