ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. તેને સંકલ્પ પત્રનું નામ આપવામાં આવ્યુ છે. ભાજપનું આ સંકલ્પ પત્ર 48 પેજનું છે.
ચૂંટણી ઢંઢેરા પર બોલ્યા રાજનાથઃ
ભાજપના સંકલ્પ પત્રમાં 75 વાયદા
2022 સુધીમાં તમામ વાયદા પુરા કરવાનું એલાન
12 કમિટીયોએ સંકલ્પ પત્ર પુરો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી
દેશના તમામ વિસ્તારો અને સમુદાયો સાથે ચર્ચા કર્યા બાદ બનાવાયુ સંકલ્પ પત્ર
આતંકવાદ પર જીરો ટૉલરન્સની નીતિ
રાષ્ટ્રવાદ પ્રતિ અમારી પ્રતિબદ્ધતા
નાગરિક સંશોધન બિલ પાસ કરાવશું
રામ મંદિર પર તમામ વિકલ્પ શોધીશું
કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ રૂપિયા સુધીની લોન પર શૂન્ય ટકા વ્યાજ દર
એક વર્ષ સુધીની કૃષિ લોન પર 5 વર્ષ સુધી વ્યાજ નહીં
દેશના તમામ ખેડૂતોને 6000 વર્ષે મળશે
60 વર્ષની ઉંમર બાદ દેશના ખેડૂતોને પેન્શન સુવિધા
60 વર્ષની ઉંમર બાદ દેશના નાના દુકાનદારોને પણ પેન્શન સુવિધા
રાષ્ટ્રીય વેપાર કમિશનનું ગઠન કરશું
ભારતમાં ક્ષેત્રીય અસંતુલનને દૂર કરશું
ઉત્કૃષ્ટ એન્જીનિયરિંગ કૉલેજોમાં સીટો વધારશું
તમામ ઘરોમાં સ્વચ્છ પેયજલની વ્યવસ્થા
નેશનલ હાઈવે બેઘણા કરશું
75 નવી મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે
2022 સુધી તમામ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ
2022 સુધી રેલ પાટાઓને બ્રૉડ ગેજમાં બદલવામાં આવશે
દરેક વ્યક્તિને પાંચ કિલોમીટરમાં બેકિંગ મળે
લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટે એકલ બારીની વ્યવસ્થા
આદિવાસી સ્વતંત્રતા સેનાનિયોનું સંગ્રહાલય
ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવશું.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા શું બોલ્યા અમિત શાહઃ
2014માં ભાજપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા હતા. અમે તે સમયે ભવિષ્યનું વિઝન લઈને આવ્યા હતા. 30 વર્ષ બાદ દેશમાં પહેલીવાર અસ્થિરતાનો દૌર ખતમ કરીને ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બની. પૂર્ણ બહુમત હોવા છત્તા એનડીએની સરકાર બનાવી. 2014થી 2019ની યાત્રા જ્યારે પણ ભારતના વિકાસ અને દુનિયામાં સાખ વધારવાની વાત થશે, આ સમય સ્વર્ણકાળ તરીકે અંકિત થશે.
આ પાંચ વર્ષોમાં 50 કરોડ ગરીબોનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું ભગીરથ પ્રયાસ પીએમ મોદીએ કર્યો છે. જમીની સ્તર પર મોદી સરકારને સફળતા મળી છે. આતંકવાદને જડબાતોડ જવાબ આપવાની નીતિ અપનાવી. દેશની સરહદોની સાથે કોઈ છેડછાડ નથી કરી શકતુ. આજે અમે 75 સંકલ્પ લઈને દેશની સામે જઈ રહ્યા છીએ, જ્યારે દેશ પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે, 2022 સુધી અમે તમામ સંકલ્પ પુરા કરી લઈશું.
રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા મુદ્દા પર જૂનુ અને કઠોર વલણ અપનાવવાની તૈયારી છે. તદ્દપરાંત તેમાં શહીદોના પરિજનોને સરકારી નોકરી આપવાનો વાયદો કરવામાં આવી શકે છે. સંકલ્પ પત્ર કમીટીના એક સભ્ય પ્રમાણે ચૂંટણી ઢંઢેરાનો ડ્રાફ્ટ તૈયાર કરી પીએમ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને સોંપી દેવામાં આવ્યો છે. પીએમે તેમાં પોતાના સ્તર પર કેટલાક ફેરફાર અને સૂચન આપ્યા છે.