આગામી ચૂંટણી પહેલા ભાજપને અરૂણાચલ પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે આવતા મહિને થનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના બે મંત્રી અને 12 ધારાસભ્ય મેઘાયલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટીમાં સામેલ થઈ ગયા.
ગૃહ મંત્રી કુમાર વાઈ અને પર્યટન મંત્રી જારકાર ગામલિન અને અન્ય ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપવાથી મનાઈ ફરમાવી હતી. વાઈએ કહ્યું કે ભાજપે જુઠ્ઠા વાયદા કરીને લોકોના મનમાં પોતાની પહેલા જેવી પ્રતિષ્ઠા ખોઈ દીધી છે.
તેઓએ કહ્યું, 'અમે ફક્ત ચૂંટણી નહીં લડીએ પરંતુ રાજ્યમાં એનપીપીની સરકાર બનાવશું.' ત્યારે તેમના ઉપરાંત, પીપુલ્સ પાર્ટી ઑફ અરૂણાચલ (પીપીએ)ના એક ધારાસભ્ય અને ભગવા પાર્ટીના અન્ય 19 નેતા પણ એનપીપીમાં સામેલ થયા.
Advertisement
Advertisement