પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ભાજપના રથયાત્રા કાર્યક્રમની પરવાનગી આપનારા કલકત્તા હાઈકોર્ટના એકલ પીઠના આદેશને શુક્રવારે ખંડ પીઠમાં પડકાર આપ્યો. નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે મુખ્ય ન્યાયાધીશ દેબાશીપ કારગુપ્તા અને ન્યાયમૂર્તિ શમ્પા સરકારની ખંડપીઠનો દરવાજો ખખડાવતા રાજ્ય સરકારે તેના પર તાત્કાલીક સુનાવણીની વિનંતી કરી છે.
કોર્ટે રાજ્ય સરકારની અપીલને મંજૂર કરતા કહ્યું તે પ્રતિવાદી ભાજપને તેની નકલની ઉપલબ્ધી કરાવે જ્યાર બાદ સુનાવણી શરૂ થશે. રાજ્ય સરકારના ત્રણ સૌથી વરિષ્ઠ અધિકારીઓના પેનલે યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તે આદેશને રદ્દ કરતા ન્યાયમૂર્તિ તાપવ્રત ચક્રવર્તીની એકલ પીઠે ગુરુવારે ભાજપના રથયાત્રા કાર્યક્રમને મંજૂરી આપી દીધી હતી.
આ પહેલા, 6 ડિસેમ્બરે એકલ પીઠે પણ રથયાત્રાને મંજૂરી આપી નહોતી. ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઉત્તર બંગાળના કુચ બિહારથી આ યાત્રાને સાત ડિસેમ્બરે લીલી ઝંડી દેખાડવાના હતા.