ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પરથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા છે. પ્રથમ બે કલાકમાં રાજ્યની તમામ બેઠકો પર સરેરાશ 10 થી 11 ટકા મતદાન નોંધાયું છે.
અમિત શાહે પરિવાર સાથે નારણપુરાની નિષ્કલ સ્કૂલમાં જ્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાસણ ગામમાં મતદાન કર્યું. તો અમિત શાહની સાથે તેમના પત્ની સહિત તેમના પુત્ર પણ તેમની સાથે હાજર હતા. તેઓએ પણ મતદાન કર્યુ હતુ. તો પ્રધાનમંત્રી મોદીએ માતાના આર્શીવીદ લઇને મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા.
Advertisement
Advertisement