કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના ચૂંટણી ઢંઢેરાને એક વ્યકિતનો અવાજ કહી મંગળવારે આરોપ લગાવતા કહ્યુ કે આ ચૂંટણી ઢંઢેરાને બંધ રૂમમા તૈયાર કરવામાં આવ્યુ છે આ ચૂંટણી ઢંઢેરો ઘમંડથી ભરેલો છે અને તેમા
દુરદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
તેમણે એ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો લાંબા વિચાર-વિમર્શ બાદ તૈયાર કરવામા આવ્યો છે. અને તેમાં લોકોની વાતને વાચા આપવામા આવી છે. પરંતુ ભાજપના ચૂંટણી
ઢંઢેરામા ઘમંડ જોવા મળે છે.
તેઓના આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યુ કે અમેઠી સીટથી રાહુલની વિરોધી ભાજપાના સ્મૃતિ ઇરાનીએ જણાવ્યુ કે "જો તેઓએ દેશ પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હોત તો દેશને તેમના અભિગમ વિશે જાણવા
મળતુ"
તો બીજી બાજુ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે "ભાજપાનો ચૂંટણી ઢંઢેરાને 6 કરોડ લોકો સાથે સંવાદ બાદ તેઓના અભિપ્રાય બાદ તૈયાર કરવામા આવ્યુ છે. આ વાત રાહુલ ગાંધીને સમજમા લહીં આવે"
રાહુલ માટે તેઓએ ચીઢવનારા શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો.
રાહુલ ગાંધીના ટ્વીટથી ગરમાયુ રાજકારણ
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ છે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામા લાંબા વિચાર-વિમર્શ બાદ તૈયાર કરવામા આવ્યુ છે. અને તેમાં 10 લાખથી વધુ ભારતીય લોકોની વાતને વાચા આપવામા આવી છે. આ સમજદારી ભર્યુ અને
પ્રભાવશાળી દસ્તાવેજ છે. તેઓએ દાવો કર્યો છે કે ભાજપે ચૂંટણી ઢંઢેરાને બંધ રૂમમા તૈયાર કરવામાં આવ્યુ છે. આ ટૂંકી દૃષ્ટિવાળુ અને અહંકારથી ભરેલુ છે.