ગોવામાં ભાજપ ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર મિશેલ લોબોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. તે રાહુલ દ્વારા મુખ્યમંત્રી મનોહર પર્રિકરના ખબર અંતર પુછવાથી પણ ઘણા પ્રભાવિત થયા છે. લોબોએ રાહુલની સાદગી અને વિનમ્રતાને લઈ કહ્યું છે કે તેમના વખાણ દેશભર અને ગોવાના લોકોએ કરવા જોઈએ.
લોબોએ કહ્યું, 'રાહુલ ગાંધી અસ્વસ્થ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સ્વાસ્થ્યના સમાચાર લેવા માટે વિશેષ મુલાકાતે આવ્યા. તેમની સાદગી અને વિનમ્રતાની ગોવાવાસિયોં અને ભારતીયો દ્વારા પ્રશંસા કરવી જોઈએ. તે ખુબજ સિમ્પલ વ્યક્તિ છે અને તેમના જેવા નેતાની ગોવા અને ભારતને જરૂર છે.'
લોબોએ કહ્યું, 'રાહુલ ગાંધી પોતાના અંગત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી મનોહર પર્રિકરને મળવા વિધાનસભા આવ્યા. તેઓએ તેમની તબીયત વિશે પૂછ્યુ અને ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી.'
જણાવી દઈએ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ગોવા વિધાનસભામાં સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાત કરી હતી. બંન્ને વચ્ચે લગભગ 15 મિનિટ સુધી મુલાકાત થઈ. આ દરમિયાન રાહુલે પર્રિકરના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. 63 વર્ષીય પર્રિકર સ્વાદુપિંડ સંબંધી બીમારીથી પીડિત છે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, 'આજે ગોવાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને તેમને ઝડપથી સ્વસ્થ્ય થવાની શુભકામનાઓ આપી. આ મારો અંગત પ્રવાસ હતો.'