ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે પ્રચાર કરવા પહોંચ્યા. અહીં રોડ શો ઉપરાંત તેઓએ રેલી પણ કરી.
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં કહ્યું કે પાંચ વર્ષ પહેલા, એક પૂર્ણ બહુમત વાળી સરકાર સત્તામાં આવી. આપણા દેશના લોકોએ ભાજપ સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓ રાખી. તે સરકારે સત્તામાં આવ્યા બાદથી જનતાના તે વિશ્વાસને છેતરવાનું શરૂ કર્યું.
પ્રિયંકાએ કહ્યું કે ભાજપ પણ માનવા લાગ્યુ કે સત્તા તેમની જ છે અને લોકોની નહીં. તેનો પહેલો સંકેત ત્યારે મળ્યો જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી બાદ દરેક ખાતામાં 15 લાખ રૂપિયા આપવાની જાહેરાતને જુમલો કહી નાખ્યો. તેઓએ મંચ પરથી લોકોને આશ્વસ્ત કર્યા કે રાહુલ ગાંધી અહીં વાયનાડમાં હશે અને અહીં માટે કામ કરશે.
બાળપણમાં દાદી અને પિતાની હત્યા છતાં રાહુલના મનમાં ગુસ્સો નથી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ વ્યક્તિગત હમલાનો સામનો કર્યો છે. તે તેના ચરિત્રને ચિત્રિત કરે છે જે સચ્ચાઈથી ખુબ દુર છે. મારો ભાઈ રાહુલ મારા કરતા બે વર્ષ મોટો છે. તે મારા જીવનની સૌથી સુંદર અને દુઃખદ ક્ષણોમાં સહયોગી રહ્યા છે.
રાહુલ જ્યારે 14 વર્ષના હતા, ત્યારે ઈંદિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી. અમારો પરિવાર એક સાથે રહ્યો. સાત વર્ષ બાદ જ્યારે તે વિદેશમાં શિક્ષણ મેળવી રહ્યા હતા ત્યારે પિતાની હત્યા કરી દેવામાં આવી. પરંતુ આ સંકટની પળોમાં રાહુલે કહ્યું કે તેમના દિલમાં કોઈ ગુસ્સો નથી.