દેશમાં ઘણીવાર બેલેટ પેપર મારફતે ચૂંટણી કરાવવાની માંગ ઉઠતી રહી છે. થોડા સમય પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં થયેલા કથિત હેકિંગનો મામલો સામે આવ્યા બાદથી એક વાર ફરીથી આ માંગને બળ મળ્યું છે. કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર મારફતે ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે.
તેના પર મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું, 'હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે બેલેટ પેપરના જમાનામાં પરત ફરવાના નથી.' ચૂંટણી કમિશનરે આગળ કહ્યું, 'અમે ઈવીએમ અને વીવીપેટનો પ્રયોગ કરવાનું ચાલુ રાખીશું. અમે ભાગીદારો સાથે જ રાજનીતિક પાર્ટીઓ તરફથી દરેક પ્રકારની ટીકા અને પ્રતિસાદ માટે તૈયાર છીએ. ઠીક આ જ સમયે અમે તેમને છોડીને બેલેટ પેપરના યુગમાં પરત ફરવા માટે ભયભીત, કે પરેશાન થવાના નથી.'
આ પહેલા ઈવીએમ હેકિંગની વાત સામે આવવા પર અરોડાએ કહ્યું હતુ કે જે પાર્ટીઓ ચૂંટણીમાં હારી જાય છે તે ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનને ફુટબૉલની જેમ સમજે છે. તેઓએ કહ્યં હતુ કે વોટિંગ મશીન ફુલપ્રુફ છે અને કોઈ તેમાં ફેરફાર નથી કરી શકતું. ઈવીએમ ક્યારેક-ક્યારેક ટેક્નિકલ ખામીઓનો શિકાર થઈ જાય છે જેને સુધારી દેવામાં પણ આવે છે.
તેઓએ કહ્યું હતુ, 'ઈવીએમમાં હેર-ફેર કરવી સંભવ નથી. જ્યાં સુધી તેમાં ષડયંત્ર રચીને છેડછાડ કરવાની વાત છે, તે સંપૂર્ણ રીતે ફુલપ્રુફ છે. પણ બીજા ડિવાઈસની જેમ તેમાં ટેક્નિકલી ખામીઓ આવી જાય છે. ખામીઓની ઘટનાઓ ખુબ જ ઓછી થતી હોય છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણી દરમિયાન 1.76 લાખ ઈવીએમ લગાવવામાં આવ્યા હતા જેમાંથી ફક્ત 6માં ખામી આવી. તે ફરિયાદો પર તરત ધ્યાન આપવામાં આવ્યું. '
થોડા સમય પહેલા ભારતીય મૂળના અમેરિકી ટેક એક્સપર્ટ સૈય્યદ શુઝાએ ઈવીએમ હેક કરવાનો દાવો કર્યો હતો. જેના પર ચૂંટણી કમિશને કહ્યું કે અમેરિકી સાયબર એક્સર્ટે જે દાવો કર્યો છે તેમાં સચ્ચાઈ નથી. અમે હજુ પણ અમારી વાત પર કાયમ છીએ કે ઈવીએમને કોઈ પણ હેક ન કરી શકે.
ચૂંટણી કમિશને કહ્યું કે ઈવીએમ મશીનોનું નિર્માણ ભારત ઈલેક્ટ્રૉનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રૉનિક્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડમાં ખુબ જ સખત સુરક્ષ શરતો અંતર્ગત કરવામાં આવે છે. ચૂંટણી કમિશને કહ્યું કે લંડનમાં થયેલા આ હૈકાથૉન વિરુદ્ધ અમારે શું કાયદાકીય કાર્યવાહી કરવી છે, અમે તેના પર વિચારી રહ્યા છીએ.