ભાજપનું બિહારમાં પોતાના સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટી સાથે બેઠકોની વહેંચણી મામલે સમાધાન થઈ ગયું છે. રાજ્યમાં લોજપાની પાંચ લોક સભા સીટો પર યૂપી કે ઝારખંડમાં એક લોકસભા સીટ પર ચૂંટણી લડવાની આશા છે જ્યારે પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાનને રાજ્ય સભામાં મોકલવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા શુક્રવારે આ જાણકારી મળી હતી. તેઓએ જણાવ્યું હતુ કે આ
હેતુની જાહેરાત આજે કરવામાં આવી શકે છે.
પાસવાને પોતાના દીકરા ચિરાગ પાસવાન સાથે શુક્રવારે ભાજપ નેતા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી જ્યાર બાદ આ સમાધાન થયું. પાસવાનના પુત્ર ચિરાગે પત્રકારોને જણાવ્યું કે વાતચીત ચાલુ છે અને દાવો કર્યો કે બેઠકોની વહેંચણી ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ છે. લોકસભા સભ્ય ચિરાગ પાસવાન ભાજપ સાથે પોતાની પાર્ટીના મતભેદોને સામે રાખવામાં ઘણા ઉત્સાહિત છે.
લોજપાના એક અન્ય નેતાએ ખાનગીમાં જણાવ્યું હતુ કે વાતચીત સકારાત્મક રહી છે અને તેમને ટૂંક સમયમાં સમાધાન થવાની આશા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ પહેલા જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી તેમજ જદયુ રાજનીતિક રૂપથી મહત્વપૂર્ણ બિહારમાં સમાન બેઠકો પર ચૂંટણી લડશે. બિહારમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએએ 2014ની સામાન્ય ચૂંટણીઓમાં 31 બેઠકો જીતી હતી.
ભાજપ વતી લોજપાની સાથે વાટાઘાટો માટે જેટલીને કામે લગાડવાથી, પાસવાનની પાર્ટી સાથે ગઠબંધન ચાલુ રાખવા ભાજપ દ્વારા આપવામાં આવેલુ મહત્વ હાઇલાઇટ થાય છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેટલી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને તેમના પુત્રની સાથે ગુરુવારે એક કલાકની મુલાકાત કરી જેથી તેમના મતભોદોને દૂર કરી શકાય.
ચિરાગ પાસવાને આ પહેલા જેટલીને પત્ર લખીને એ સમજાવવા માટે કહ્યું હતુ કે નોટબંધીથી દેશને શું લાભ થયો. તેઓએ એ પણ ટ્વીટ કર્યું હતુ કે બેઠક વહેંચણીની જાહેરાતમાં મોડુ કરવાથી શાસક ગઠબંધનને નુક્સાન થઈ શકે છે.
શાહ-નીતીશની બેઠક બાદ જ સ્પષ્ટ થઈ શકે છે તસ્વીર
ભલે શુક્રવારે લોજપા સાંસદ રામચંન્દ્ર પાસવાને એનડીએમાં બની રહેવાની જાહેરાત કરી હોય, પણ સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. લોજપા સૂત્રોનું કહેવું છે કે નવા પ્રસ્તાવ પર પાર્ટીમાં હજુ મંથન થવાનું છે.
શાહ અને નીતીશની સાથે થનારી બેઠક બાદ જ સ્પષ્ટ તસ્વીર સામે આવશે. આમ તો ચિરાગના ભાજપ પર હુમલાને દબાણની રાજનીતિના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. પણ લોજપા અધ્યક્ષ પાસવાને જે પ્રકારે અચાનક બદલવાની અત્યાર સુધી રાજનીતિ કરી છે, તેનાથી વર્તમાન રાજકીય સ્થિતિ એનડીએ માટે અનુકુળ નથી.