જન મન ઈન્ડિયા- સંવાદદાતા
પટણાઃ જનાધિકાર પાર્ટીના નેતા અને બિહારના મધેપુરાથી સાંસદ પપ્પૂ યાદવ પર હુમલો થયો હતો. હુમલા બાદ મીડિયા સાથે વાત કરતા કરતા પપ્પૂ યાદવ રડવા લાગ્યા હતા. પપ્પૂ યાદવે જણાવ્યું હતુ કે, તેમના પર પાછળથી હુમલો કરવામાં આવ્યો ઉપરાંત, મા-બહેનની ગાળો પણ આપવામાં આવી.તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, મે એસપી, આઇજી અને મુખ્યમંત્રીને ફોન કર્યો પણ કોઇએ ફોન ઉપાડ્યો નહી. તેઓ મુઝફ્ફરપુરના ખબડામાં એક રેલી કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. યાદવ પર હુમલો ભારત બંધના સમર્થકોએ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
Advertisement
Advertisement