નવી દિલ્હીઃ બાલાકોટમાં વાયુસેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાને લઇને વિપક્ષના સવાલો વચ્ચે વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બચાવ કર્યો છે. વીકે સિંહે કહ્યું કે બાલાકોટમાં 250થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. સાથે જ તેમણે કહ્યું કે આંકડા અનુમાન પર આધારિત છે આની પુષ્ટિ ન થઇ શકે.
ઝારખંડની રાજધાની રાંચીમાં વીકે સિંહે મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે બાલાકોટમાં વાયુસેનાની કાર્યવાહી વિશે જણાવ્યું કે ત્યાં 250 આતંકવાદીઓ માર્યા ગયા. હુમલો માત્ર એક જ જગ્યા પર થયો. લક્ષ્યને બહુ જ સાવધાનીથી સાધવામાં આવ્યું હતું. આ રહેણાંક વિસ્તારથી દૂર હતું જેથી નાગરિકોનો જીવ ન જાય.
હવાઇ હુમલામાં 250થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ આંકડા આના પર આધારિત હતા કે તે બિલ્ડિંગોમાં હુમલાના સમયે કેટલા લોકો હાજર હતા. આ એક અનુમાન છે. તેઓ એ નથી કહી રહ્યા કે આ આંકડાની પુષ્ટિ થઇ છે. તેઓ કહી રહ્યા છે કે આટલા લોકો માર્યા ગયા હશે.