રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ભાજપ પ્રમુખ અમિત શાહના દાવાના એક દિવસ બાદ બાલાકોટમાં મરાયેલા આતંકીઓની સંખ્યા પર સત્તાવાર નિવેદન આપ્યું છે. નિર્મલા સીતીરમને મંગળવારે કહ્યું કે સરકાર વિદેશ સચિવ વિજય ગોખલેના નિવેદન સાથે પોતાનો પક્ષ પહેલા જ જણાવી ચુકી છે.
26 ફેબ્રુઆરીએ બાલાકોટ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના દિવસે ગોખલેએ કહ્યું હતુ કે, આ 'સૈન્ય કાર્યવાહી નહોતી અને બચાવમાં કરવામાં આવેલા હમલો હતો.' સીતારમને કહ્યું, 'વિદેશ સચિવે નિવેદન આપ્યુ હતુ તે સરકારનો 'પક્ષ' હતો, એ જ સંખ્યા છે.'
વિદેશ સચિવે મૃત્યુ પામેલા આતંકીઓ વિશે કોઈ જાણકારી નહોતી આપી.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમને મંગળવારે ચેન્નઈમાં કહ્યું કે, બાલાકોટમાં કરાયેલો હવાઈ હમલો 'સૈન્ય કાર્યવાહી નહોતી' કેમ કે તેમા સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન નહોતુ પહોંચ્યુ. ભારતીય વાયુસેનાએ ગયા અઠવાડિયે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના એક શિબિરને નિશાન બનાવીને તેને તબાહ કરી દીધું હતુ.
ગોખલેએ છેલ્લા મંગળવારે કહ્યું હતુ કે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ શિબિર પર અચાનક કરવામાં આવેલા અસૈન્ય હમલામાં મોટી સંખ્યામાં આતંકવાદી, પ્રશિક્ષક તેમજ શીર્ષ કમાન્ડરના મોત થયા હતા.
સીતારમનની આ ટિપ્પણી વિપક્ષ દ્વારા હવાઈ હમલામાં મરનારાઓની જાણકારી માંગવા વચ્ચે આવી છે જ્યારે પુલવામા આત્મઘાતી હમલા બાદ આ હવાઈ હમલાને અંજામ આપનારી ભારતીય વાયુસેનાએ સોમવારે કહ્યું કે જાનહાનિની સંખ્યા વિશે જાણકારી કેન્દ્ર સરકાર આપશે.