કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારીને ફરી એક વખત માસ્ટર સ્ટ્રોક મારી દિધો છે. રાહુલ ગાંધીએ એક નિવેદન આપતા જણાવ્યું કે મારી બહેન આ પદની ગરિમાં વધારવા માટે કાબિલ છે.પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના મહાસચિવ બનાવતા જ રાહુલ ગાંધીએ મીડિયા સાથે થયેલી વાતચિતમાં જણાવ્યું કે કોંગ્રેસના આ માસ્ટર સ્ટ્રોકથી ભાજપ પણ ગભરાયું છે.
રાહુલ ગાંધીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ખુબ જ મોટો બદલાવ પાછલા વર્ષોમાં થયો છે. જેમાં કોંગ્રેસે પણ પોતાનો સમય બગાળ્યો છે. જોકે હવે એ સમય આવી ગયો છે. કે પ્રિયંકા હવે આ દિશામાં અવિરત આગળ રહે.
પત્રકાર દ્વારા પુછવામાં આવેલા સપા-બસપના ગઠબંધનનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો આ સમયે કર્યા હતા.
મહત્વનું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી કોંગ્રેસ પક્ષ અતિ ઉત્સાહમાં છે. અને મોટા નિર્ણયો એક બાદ એક લઈ રહ્યું છે.