આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંન્ને સદનોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં તેઓએ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજુ કર્યું. સાડા ચાર વર્ષ દરમિયાન મોદી સરકારની ઉપલબ્ધીઓ અને યોજનાઓની જાણકારી સાંસદોને આપી. તદ્દપરાંત તેઓએ વિભિન્ન યોજનાઓથી લાભન્વિત થયેલા લોકોની સંખ્યાનો પણ આંકડો આપ્યો. કાલે મોદી સરકાર વચગાળાનું બજેટ રજુ કરશે.
શું કહ્યું રાષ્ટ્રપતિએ
1 દેશ 2014 લોકસભા ચૂંટણીથી પહેલા અસ્થિરતાના દોરમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ચૂંટણી બાદ મારી સરકારે નવુ ભારત બનાવવાનો સંકલ્પ લીધો.
2 સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 9 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું છે.
3 ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધી 6 કરોડથી વધારે ગેસ કનેક્શન આપ્યા છે.
4 પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન અંતર્ગત ફક્ત 4 મહિનામાં જ 10 લાખથી વધારે ગરીબ પોતાની સારવાર કરાવી ચુક્યા છે.
5 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત દેશ ભરમાં અત્યાર સુધી 600થી વધારે જિલ્લામાં 4,900 જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવી ચુક્યા છે.
6 21 કરોડ ગરીબ ભાઈ-બહેનોને વીમા સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યુ છે.
7 તમિલનાડુના મદુરાથી લઈ જમ્મુ-કાશ્મીરના પુલવામા સુધી અને ગુજરાતના રાજકોટથી લઈ અસમના કામરૂપ સુધી નવા એમ્સ બનાવવામાં આવી રહ્યા છે.
8 છેલ્લા ચાર વર્ષોમાં મેડિકલના ભણતરમાં 31 હજાર નવી સીટો જોડવામાં આવી છે.
9 સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સંબંધી સરકારના પગલાને ઐતિહાસિક જણાવ્યા.
10 નાબાલિગ બાળકીઓ સાથે બળાત્કારના જધન્ય અપરાધની સજા માટે પણ અપરાધીને ફાંસીની સજા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.
11 ત્રણ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓના જીવન ભયમુક્ત બનાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે.
12 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વગર કોઈ ગેરન્ટીએ 7 લાખ કરોડ રૂપિયાથી વધારેની લોન આપવામાં આવી છે.
13 7 આઈઆઈટી, 7 આઈઆઈએમ, 14 આઈઆઈઆઈટી, એનઆઈટી અને 4 એનઆઈડીની સ્થાપના કરવામાં આવી રહી છે.
14 ત્રણ તલાક સાથે જોડાયેલા કાયદાને સંસદમાંથી પસાર કરાવવાનો સતત પ્રયાસ કરી રહી છે.
15 મુદ્રા લોન મેળવનારા ઓછામાં ઓછા 15 કરોડ લાભાર્થિઓમાં 73 ટકા મહિલાઓ છે.
16 ભારત મોબાઈલ ફોન બનાવનારો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે.
17 સરકારે લગભગ 8 કરોડ એવા નામોને લાભાર્થિઓની સુચીમાંથી હટાવ્યા છે, જે હકીકતમાં નહોતા અને ઘણાબધા વચેટીયા નકલી નામોથી જનતાનું ધન લૂંટી રહ્યા હતા.
18 2014 પહેલા જ્યાં 3.8 કરોડ લોકોએ પોતાનું રિટર્ન ફાઈલ કર્યું હતુ, જ્યારે હવે 6.8 કરોડથી વધારે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન કરે છે.
19 વિદેશમાં જમા કાળુ ધન પાછુ લાવવા માટે ઘણા દેશો સાથે કરાર કર્યા.
20 જનધન યોજનાના કારણે આજે દેશમાં 34 કરોડ લોકોના બેંક ખાતા ખુલ્યા છે.
21 ભારતે સરહદ પાર આતંકીઓના ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને પોતાની નવી નીતિ અને નવી રીતિનો પરિચય આપ્યો છે.
22 2017-18માં દેશના 12 કરોડ 30 લાખથી વધારે લોકોએ હવાઈ યાત્રા કરી છે. ઉડાન યોજના અંતર્ગત લોકોએ 12 લાખ સીટો ઓછી કિંમત પર ઉપલબ્ધ થઈ છે.
23 નમામિ ગંગે મિશન અંતર્ગત અત્યાર સુધી 25 હજાર 500 કરોડ રૂપિયાની પરિયોજનાઓને સ્વીકૃતિ આપવામાં આવી ચુકી છે. આપણા માટે ગંગા ફક્ત નદી નહીં પરંતુ માં જેવી છે.
24 સરકારની રાજનયિક સફળતાના કારણે આજે ભારતનો અવાજ વૈશ્વિક મંચો પર સન્માનની સાથે સાંભળવામાં આવે છે.